VIDEO: બોટાદ/ પાંચ હજાર વર્ષ જૂના ભીમનાથ મહાદેવના પૌરાણિક મંદિરની મહિમા, વૃક્ષમાંથી ઝરે છે મીઠો પદાર્થ
આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે. રાજ્યના વિવિધ શિવ મંદિરોમાં ભક્તોના ઘોડાપૂર ઉમટ્યા છે. રા

આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે. રાજ્યના વિવિધ શિવ મંદિરોમાં ભક્તોના ઘોડાપૂર ઉમટ્યા છે. રાજ્યના બોટાદના બરવાળામાં લીલકા નદીના કિનારે સાડા પાંચ હજાર વર્ષ જૂનું પાંડવ કાલીન ભીમનાથ મહાદેવનું પૌરાણિક મંદીર આવેલું છે.
આ પૌરાણિક મંદિરની મહિમા અપરંપાર છે.પાંડવ કાલીન સમયમાં બાર વર્ષના વનવાસ દરમિયાન અર્જુનની શિવપૂજાની ટેક પૂરી કરવા માટે આ શિવલિંગનું સ્થાપન કરાયું હતું.
દ્વાપર યુગમાં ગદાધારી ભીમ દ્વારા સ્થાપિત આ શિવલિંગ આજે પણ દૈદિપ્ય માન
દ્વાપર યુગમાં ગદાધારી ભીમ દ્વારા સ્થાપિત આ શિવલિંગ આજે પણ દૈદિપ્ય માન છે, દૂર દૂર થી ભક્તો આ ઐતિહાસીક મંદિરના દર્શન કરવા આવે છે.
વૃક્ષમાંથી ખાંડ જેવો મીઠો પદાર્થ ઝરે છે
વરખડીનાં વૃક્ષ નીચે સ્થાપિત ભીમનાથ મહાદેવનો ચમત્કાર એવો છે કે વર્ષમાં બે માસ આ વૃક્ષમાંથી ખાંડ જેવો મીઠો પદાર્થ ઝરે છે, જેને ભાવિક ભક્તો પ્રસાદ તરિકે ગ્રહણ કરે છે.






