મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખંભાત: ડબ્બામાં ફટાકડો ફૂટ્યો અને 10 વર્ષના બાળકના શરીરમાં પતરાની કણીઓ ઘૂસી, ટૂંકી સારવાર બાદ મોત

ગુજરાતના ખંભાતના વટાદરા ગામે પતરાંના ડબામાં મૂકી સૂતળી બોમ

ખંભાત: ડબ્બામાં ફટાકડો ફૂટ્યો અને 10 વર્ષના બાળકના શરીરમાં પતરાની કણીઓ ઘૂસી, ટૂંકી સારવાર બાદ મોત

ગુજરાતના ખંભાતના વટાદરા ગામે  પતરાંના ડબામાં મૂકી સૂતળી બોમ્બનો ફટાકડો ફોડતા ૧૦ વર્ષનો બાળક ગંભીર ઇજા થઇ હતી અને સારવાર માટે ખસેડતા બાળકનું મોત નિપજ્યું હતું. જેને લઇ પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. 

ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં પરિવાર લઈ ગયો 

ખંભાતના વટાદરા ગામે સ્વામિનારાયણ મંદિર પાસે ટેકરી વિસ્તારમાં રહેતા અલ્પેશ ઠાકોરનો પુત્ર ( ઉ.વ. ૧૦ )  ગઇકાલે સાંજના સમયે પોતાના મિત્ર સાથે ઘર નજીક આવેલી પડતર જમીનમાં ફટાકડા ફોડતા હતા. નિર્મેલે એક સુતળી બોમ્બ ફટકાડો સળગાવી તેના પર તમાકુના મસાલાના પતરાનો ડબો ઢાંક્યો હતો.

 પતરાના ડબ્બાના ફૂરચે ફૂરચા ઉડ્યા હતા

 ધડાકાભેર ફટકડો ફૂટતા પતરાના ડબ્બાના ફૂરચે ફૂરચા ઉડ્યા હતા, પતરાના ટુકડાઓ બાળકના શરીરમાં ઘૂસ્યા હતા. આ કારણે બાળકને ગંભીર ઇજા પહોંચી હતી.  આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં દોડી આવ્યા હતા અને બાળકને તાત્કાલિક સારવાર મટે ખંભાતની જનરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

ફરજ પરના તબીબે બાળકને તપાસીને મૃત જાહેર કર્યો હતો. પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પરિવારજનોએ પોસ્ટમોર્ટમ ન કરવા અંગે પોલીસ મથકમાં સોગંદનામુ રજૂ કરાયું હતુ અને બાળકની અંતિમ વિધિ પણ કરી દેવાઇ હતી. 

આ સમાચાર શેર કરો