મોરબી: પીપળીયા ચાર રસ્તા પાસે આવેલી ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો
મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલી પોલીપેક ફેક્ટરીમાં આગ લાગી હતી. ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ ક

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલી પોલીપેક ફેક્ટરીમાં આગ લાગી હતી. ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતા ફાયરવિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલી ફેક્ટરીમાં ગુરૂવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે, વાંકાનેર, હળવદ અને રાજકોટ ફાયરવિભાગની મદદ લેવામાં આવી હતી.
આગ વધુ વિકરાળ બનતા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે. પરિણામે મોરબી ફાયરની બે ટીમ, હળવદ ફાયરની એક ટીમ, વાંકાનેર ફાયરની એક ટીમ, માળિયા ફાયરની એક ટીમ, રાજકોટ ફાયરની એક અને જામનગર ફાયરની 1 ટીમ આગ પર કાબૂ મેળવી રહી છે.






