મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોધરામાંથી લીલા ગાંજાનું ખેતર ઝડપાયું, 83 છોડ સાથે એક શખ્સની ધરપકડ

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વાંસીયા ગામમાંથી ખેતરમાં લીલા ગાંજાના છોડ ઝડપાયા છે. SOG પોલીસે લીલા ગાંજાના 8

ગોધરામાંથી લીલા ગાંજાનું ખેતર ઝડપાયું, 83 છોડ સાથે એક શખ્સની ધરપકડ

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વાંસીયા ગામમાંથી ખેતરમાં લીલા ગાંજાના છોડ ઝડપાયા છે. SOG પોલીસે લીલા ગાંજાના 83 છોડ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ શખ્સ સામે NDPS એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગોધરામાંથી લીલા ગાંજાનું ખેતર ઝડપાયું

પંચમહાલ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG)ના પીઆઇ આર.એ.પટેલને બાતમી મળી હતી કે ગોધરા તાલુકાના વાંસિયા ગામમાં આવેલા ધોળા ફળિયામાં રહેતા એક ખેડૂતના ખેતરમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે.

આ બાતમીના આધારે SOGની ટીમ ખેતરમાં પહોંચી હતી અને આ દરમિયાન તપાસ કરતા લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. SOG પોલીસે ખેતરમાંથી લીલા ગાંજાના 83 છોડ જપ્ત કર્યા હતા જેની બજાર કિંમત 1.50 લાખ રૂપિયા થાય છે. વાંસિયા ગામના ધોળી ફળિયામાં રહેતા રાજેન્દ્ર મોહનસિંહ બારીયા સામે NDPS એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો