મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં રોંગસાઇડ જતા 160 વાહનચાલકો સામે ગુનો નોંધાયો, ટ્રાફિક પોલીસની કાર્યવાહી

અમદાવાદમાં રોંગસાઇડમાં આવતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવાના ભાગરૂપે શનિવારથી આઠ

અમદાવાદમાં રોંગસાઇડ જતા 160 વાહનચાલકો સામે ગુનો નોંધાયો, ટ્રાફિક પોલીસની કાર્યવાહી

અમદાવાદમાં રોંગસાઇડમાં આવતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવાના ભાગરૂપે શનિવારથી આઠ દિવસ સુધી સમગ્ર શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેના પ્રથમ દિવસે પોલીસે કૂલ 160 ગુના નોંધીને વાહનચાલકોની ધરપકડ કરીને વાહનો જપ્ત કર્યા હતા. આગામી દિવસોમાં આ કામગીરીમાં વધુ ઝડપી કરવા માટે પણ પોલીસ અધિકારીઓ દ્વારા સુચના આપવામાં આવી છે.

ટ્રાફિક પોલીસે અનેક વાહન જપ્ત કરી વાહનચાલકોની ધરપકડ કરી

શહેરમાં રોંગસાઇડ જતા વાહનોને કારણે અનેક ગંભીર અકસ્માત સર્જાતા હોય છે. જે અનુસંધાનમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 22મી જુનથી 30 જુન દરમિયાન વિશેષ ડ્રાઇવ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં વાહનચાલક સામે IPCની કલમ 279 અને મોટર વ્હીકલ એક્ટની કલમ 184 હેઠળ ફરિયાદ નોંધવાની સુચના પણ આપવામાં આવી હતી. જે અનુસંધાનમાં પ્રથમ દિવસે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ગોઠવવામાં આવેલી ડ્રાઇવમાં કૂલ 160 ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં તમામ વાહનો જપ્ત કરવાની સાથે વાહનચાલકની ધરપકડ પણ કરવામાં આવી હતી.

આ ડ્રાઇવમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની સાથે સ્થાનિક પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે. સાથે સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ડ્રાઇવના આગામી દિવસો દરમિયાન વધુ કડક કાર્યવાહી કરવા માટે પણ સુચના આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો