મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા: વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક સિમેન્ટના પતરાનો શેડ તૂટ્યો, એક બાળકીનું મોત અને 8ને ઈજા

વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક સિમેન્ટના પતરાનો શેડ તૂટીને પડતા પાંચ બાળકો સહિત

વડોદરા: વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક સિમેન્ટના પતરાનો શેડ તૂટ્યો, એક બાળકીનું મોત અને 8ને ઈજા

 વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક સિમેન્ટના પતરાનો શેડ તૂટીને  પડતા પાંચ  બાળકો સહિત નવ શ્રમજીવીઓને ઇજા થઇ હતી. આ દુર્ઘટનામાં એક બાળકીનું મોત નીપજ્યું હતું. રેલવે ટ્રેકના રિપેરિંગ સહિતના કામની મજૂરી માટે  દાહોદના શ્રમજીવીઓ વડોદરા આવ્યા હતા.

 શ્રમજીવીઓ શેડ બનાવીને વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક રહેતા હતા

વડોદરા આવેલા દાહોદના શ્રમજીવીઓ શેડ બનાવીને વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક રહેતા હતા.ગત સાંજે ભારે પવન સાથે પડેલા વરસાદમાં શેડ તૂટીને  પડતા બાળકો સહિત 9 શ્રમજીવીઓને ઇજા પહોંચી હતી.

એક બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત

ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તેઓની હાલત સુધારા પર છે.  ઇજાગ્રસ્તોમાં (૧) વિજયભાઇ રામસિંહ પરમાર (૨)વિપુલ ઇશ્વરભાઇ (૩) હંસાબેન વિજયભાઇ પરમાર (૪) કલ્પેશ ગોવિંદભાઇ માલીવાડ તથા પાંચ  બાળકોને ઇજા  પહોંચી હતી. જેમાં એક બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું.

આ સમાચાર શેર કરો