મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરના વસ્તડી ગામના કોઝવે પરથી કાર પાણીમાં ખાબકી, 6 લોકોનું મોડી રાત્રે કરાયું રેસ્ક્યું

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રન

VIDEO: સુરેન્દ્રનગરના વસ્તડી ગામના કોઝવે પરથી કાર પાણીમાં ખાબકી, 6 લોકોનું મોડી રાત્રે કરાયું રેસ્ક્યું

 રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રનગર ગ્રામ્ય,જિલ્લામાં  ભારે વરસાદને કારણે ઘણી જગ્યાઓ પર પાણી ભરાવવાની સમસ્યાઓ પણ સર્જઈ હતી.

 કોઝવે પર કારે પલટી ખાધી

સુરેન્દ્રનગરના  વસ્તડી કોઝવે પર પાણી ફરી વળ્યું હતું. આ કોઝવે પરથી કાર પસાર થઈ રહી હતી, ત્યારે અચનાક  પસાર થતી કાર પલટી ખાઈ ગઈ હતી. પાણી સ્તર વધી જતા 6 લોકો કાર સાથે પાણીમાં તણાયા હતા.

ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે વસ્તડી ગામના કોઝવે પર ચાર ફૂટથી વધુ પાણી ભરાયું હતું, ઘટનાની અચાનક જાણ થતાં સરપંચ સહિતના ગ્રામજનો તાત્કાલિક દોડી ગયા હતા. પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયેલા 6 લોકોનું ગ્રામજનોએ મોડી રાત્રે રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 

આ સમાચાર શેર કરો