દ્વારકા-પોરબંદર હાઈવે પર બેકાબૂ કારે ત્રણ બાઈક સવારોને મારી ટક્કર, એકનું મોત, છ ઘાયલ
રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ છે. દ્વારકા- પોરબંદર નેશનલ હાઈવે પર કુરંગા નજીક અકસ્માતની

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ છે. દ્વારકા- પોરબંદર નેશનલ હાઈવે પર કુરંગા નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. બેકાબૂ કારે ત્રણ બાઈક સવારોને ટક્કર મારી હતી.
બેકાબૂ કારે ત્રણ બાઈકનો ટક્કર મારી
દ્વારકા- પોરબંદર નેશનલ હાઈવે પર ઘડી કંપની નજીક મધરાત્રે બેકાબૂ કારે બાઈકને અડફેટે લેતા 6 યુવાનો ઈજાગ્રસ્ત થયા અને એકનું મોત નિપજ્યું હતું.
ઈજાગ્રસ્તોને જામ ખંભાળીયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
તમામ ઈજાગ્રસ્તોને જામ ખંભાળીયાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં જે યુવાનનું મોત નિપજ્યું છે તેની ઓળખ ધવલસિંહ તરીકે થઈ છે. આ ઈજાગ્રસ્તમાંથી એક યુવાનની સ્થિતિ વધુ ગંભીર બનતા તેને જામનગર રીફર કરવામાં આવ્યો છે. હાલ તમામ ઘાયલોની સારવાર ચાલી રહી છે. કાર ચાલક કોણ હતો, તે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.






