VIDEO: અમરેલીમાં દીપડાના ડરથી બાળકોને પાંજરે પુરવાનો વારો, પરિવાર સાચવવા પિતાની મજબૂરી!
અમરેલી જિલ્લામાં સમયાંતરે જંગલી પ્રાણીઓ દ્વારા કરવામાં આવતા જીવલેણ હુમલાની ઘટનાઓ સામે આવતી રહે છે. આ દરમિયાન અમ

અમરેલી જિલ્લામાં સમયાંતરે જંગલી પ્રાણીઓ દ્વારા કરવામાં આવતા જીવલેણ હુમલાની ઘટનાઓ સામે આવતી રહે છે. આ દરમિયાન અમરેલીના સિમ વિસ્તારમાં કામ કરતા શ્રમિકોના બાળકો પર દીપડા હુમલા કરે છે. ત્યારે શ્રમિક પરિવારે માસૂમ બાળકોને સુરક્ષિત રાખવા માટે લોખંડનું પાંજરું બનાવ્યું છે.
બાળકો સુરક્ષિત રાખવા માટે મોટું પાંજરું બનાવ્યું
મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લામાં સિંહ બાદ હવે દીપડાઓની રંજાડ વચ્ચે બાળકોને વધુ ટાર્ગેટ કરી શિકાર કરવાની ઘટનાઓ વધી રહી છે. માનવ વસાહત વચ્ચે દીપડાઓની સંખ્યા વધી રહી છે. ત્યારે ખેડૂતો અને ખેતમજૂરોને રાત દિવસ ખેતીવાડી વિસ્તારમાં પોતાના બાળકોને મૂકી કામ કરવું મુશ્કેલ બન્યું છે.
આ દરમિયાન રાજુલા પંથકમાં આવેલ નાનકડા એવા ઝાપોદર ગામની સીમમાં ભરતભાઈ બારૈયાને 6 સંતાન સુરક્ષિત રાખવા માટે એક વિચાર કર્યો અને કારીગર પાસે દીપડાના પાંજરા જેવું જ બાળકો સુરક્ષિત રાખવા માટે મોટું પાંજરું બનાવ્યું હતું.






