GenZ નામની સોડા ખરીદતા પહેલા જોઈ લેજો આ VIDEO, બોટલમાંથી નિકળ્યો મકોડો
અરવલ્લીઃ મોડાસામાં સોડાની બોટલમાંથી મકોડો નીકળ્યો છે. સોડાની સિલ પેક બોટલ તોડતા અંદરથી મકોડા જેવી જીવાત ન

અરવલ્લીઃ મોડાસામાં સોડાની બોટલમાંથી મકોડો નીકળ્યો છે. સોડાની સિલ પેક બોટલ તોડતા અંદરથી મકોડા જેવી જીવાત નિકળતા ગ્રાહક સ્તબ્ધ થઈ ગયું હતું. સોડાની બોટલ લીધા બાદ બોટલનું ઢાંકણ ખોલવા જતા મકોડો દેખાયો હતો.
મહત્ત્વનું છે કે, સિલ પેક બોટલમાંથી જીવાત નિકળતા ગુણવત્તા સામે સવાલ ઉઠ્યાછે. આ સમગ્ર મામલે ગ્રાહકે બોટલ બનાવતી કંપનીના હેલ્પ લાઈન ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. અને બોટલમાં મકોડો હોવાનો વીડિયો પણ કંપનીને મોકલ્યો હતો. ત્યાર બાદ પણ કોઈ પ્રતિઉત્તર ન મળ્યાનો ગ્રાહકે આક્ષેપ લગાવ્યો છે.




