મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પ્રાંતિજમાં કરંટ લાગતા 9 વર્ષની બાળકીનું મોત, વીજ લાઇનમાં પતંગ કાઢવા જતા બની ઘટના

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં 9 વર્ષની બાળકીને વીજ કરંટ લાગતા મોત થયું છે. વીજ લાઇનમાં પતંગ ફસાઇ જતા તેન

પ્રાંતિજમાં કરંટ લાગતા 9 વર્ષની બાળકીનું મોત, વીજ લાઇનમાં પતંગ કાઢવા જતા બની ઘટના

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં 9 વર્ષની બાળકીને વીજ કરંટ લાગતા મોત થયું છે. વીજ લાઇનમાં પતંગ ફસાઇ જતા તેને કાઢવા જતા બાળકીને કરંટ લાગ્યો હતો. જે બાદ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યા તબીબે મૃત જાહેર કરી હતી.

પ્રાંતિજમાં બાળકીને કરંટ લાગતા મોત

પ્રાંતિજના નાની ભાગોળ કહાર વાસમાં મકાનના ધાબા ઉપર પતંગ ચગાવતી બાળકીને વીજ કરંટ લાગ્યો હતો. મકાન પાછળથી પ્રસાર થઇ રહેલ 11 હજાર કેવીની વીજલાઇનમાં પતંગ ફસાતા પતંગ કાઢવા જતા બાળકીને વીજ કરંટ લાગ્યો હતો.

આ પણ વાંચો: મોરબી: ડમ્પરની ટક્કરે એક વર્ષના બાળકનું મોત, જાણો કેવી રીતે બની ઘટના

બાળકીને વીજ કરંટ લાગતા પાસે રહેલા અન્ય બાળકોએ બુમાબુમ કરતા પરિવાર તેમજ આસપાસના લોકો દોડી આવ્યા હતા. બાળકીને તાત્કાલિક પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. બાળકીને વીજ કરંટ લાગતા બાળકીના બન્ને હાથ, પગ અને પેટ બળીને ભડથુ થઇ ગયા હતા અને છુટા પડી ગયા હતા. ફરજ પર હાજર તબીબે જ્યાં બાળકીને મૃત જાહેર કરાઇ હતી.

આ સમાચાર શેર કરો