મોરબી: ડમ્પરની ટક્કરે એક વર્ષના બાળકનું મોત, જાણો કેવી રીતે બની ઘટના

મોરબીમાં ડમ્પરની ટક્કરે એક વર્ષના બાળકનું મોત થયું છે. લીડસન સિરામિક કારખાનામાં આ ઘટના બની હતી. અકસ્માત બાદ ડમ્પર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
ડમ્પરની ટક્કરે એક વર્ષના બાળકનું મોત
મોરબીમાં બેલા ગામની સીમમાં લીડસન સિરામિક કારખાનામાં ડમ્પરની ટક્કરે એક વર્ષના માસુમનું મોત થયું હતું. ખાલી સાઇડે વળાંક લેતા સમયે એક વર્ષનું બાળક ડમ્પરના પાછળના ટાયરમાં આવી ગયું હતું. ડમ્પર ચાલકની બેદરકારીને કારણે બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
આ પણ વાંચો: સુરત/ પૂરઝડપે પસાર થઈ રહેલા ડમ્પર ચાલકે વિદ્યાર્થીને ઉડાવ્યો, ઘટના CCTVમાં કેદ
ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. ડમ્પર ચાલક વિરૂદ્ધ બાળકના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

