મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાધનપુરમાં ઘરમાં સૂઈ રહેલી 7 વર્ષની બાળકીને સાપે માર્યો ડંખ, સારવાર મળે તે પહેલા મોત

પાટણના રાધનપુરના શેરબાગ વિસ્તારમાંથી દુ:ખદ ઘટના સામે આવી છે. શેરબાગ વિસ્

રાધનપુરમાં ઘરમાં સૂઈ રહેલી 7 વર્ષની બાળકીને સાપે માર્યો ડંખ, સારવાર મળે તે પહેલા મોત

પાટણના રાધનપુરના શેરબાગ વિસ્તારમાંથી દુ:ખદ ઘટના સામે આવી છે. શેરબાગ વિસ્તારમાં ઘરમાં સૂઈ રહેલી 7 વર્ષની બાળકીનું સાપ કરડતાં મોત નીપજ્યું હતું. બાળકી રાત્રે સૂતી હતી ત્યારે અચનાક તેને દર્દ ઉપડતાં બૂમા બૂમ કરી હતી, ત્યારે પરિવારજનોએ જીંવાત કે મધમાખી કરડી હોવાનું અનુમાન લગાવ્યું હતું અને હળદનો લેપ લગાડીને તેને સૂવડાવી દીધી હતી.

ઘરમાં સાપ નજરે ચઢતાં પરિવારના સભ્યો ચિંતામાં મૂકાયા

જોકે આ ઘટનાના કલાકો બાદ ઘરમાં સાપ નજરે ચઢતાં પરિવારના સભ્યો ચિંતામાં મૂકાયા હતા. જ્યારે બૂમાબૂમ કરીત બાળકીની તપાસ કરતાં તે બેભાન અવસ્થામાં મળી આવી હતી.

બાળકીના શરીરમાં ઝેર પ્રસર્યું

યોગ્ય સમયે સારવાર ન મળતા બાળકીના શરીરમાં ઝેર પ્રસર્યું હતું. બાળકીને જ્યારે પરિવાર હોસ્પિટલ લઈ ગયા હતા, ત્યારે બાળકીના શરીરમાં ઝેર એ હદે પ્રસર્યું હતું તેનો જીવ બચી શક્યો નહતો, આખરે 7 વર્ષીય ક્રિષાનું અકાળે મોત નિપજ્યું હતું.

આ સમાચાર શેર કરો