મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા: 6 વર્ષની બાળકીની 75 વર્ષના વૃદ્ધે કરી છેડતી, લોકોએ લંપટને પટ્ટા વડે ફટકાર્યો

કોલકાતાની શર્મનાક ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા. ત્યારે આ વચ્ચે વડોદરામાં નાની બાળકીની છેડતીનો કિસ્

વડોદરા: 6 વર્ષની બાળકીની 75 વર્ષના વૃદ્ધે કરી છેડતી, લોકોએ લંપટને પટ્ટા વડે ફટકાર્યો

કોલકાતાની શર્મનાક ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા. ત્યારે આ વચ્ચે વડોદરામાં નાની બાળકીની છેડતીનો કિસ્સો સામે આવ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે વડોદરામાં 6 વર્ષની બાળકીને અડપલા કરનાર વૃદ્ધને સ્થાનિકોએ પટ્ટા વડે ફટકાર્યા હોવાની ઘટના સામે આવી છે.

નિઝામપુરાની ધોરણ 1માં અભ્યાસ કરતી બાળકીની લંપટે કરી છેડતી

શહેરના નિઝામપુરાની ધોરણ 1માં અભ્યાસ કરતી બાળકી સાથે આ ઘટના બની હતી. સ્ટેશનરીની દુકન ધરાવતા દુકાનદારે આવું કૃત્ય કર્યું હોવાની જાણ બાળકીએ ઘરવાળાઓને કરી હતી.  બાળકીએ ઘરે જઈ વાત કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. બાળકીના પરિવારજનો લંપટ વૃદ્ધની દુકાને ધસી ગયા હતા, ત્યાં મામલો બિચક્યો હતો અને લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું.

75 વર્ષના વૃદ્ધને લોકોએ ઢોર માર માર્યો

આ પછી 75 વર્ષના વૃદ્ધને લોકોએ ઢોર માર માર્યો હતો. મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. છેડતી કરનાર અનિલ ગોસ્વામીની પોલીસે અટકાયત કરી છે.

આ સમાચાર શેર કરો