બાપ રે: બાળકે રમતમાં ગેસની પાઈપ ખેંચીને 6 વર્ષની બાળકીએ લાઈટર સળાવ્યું પછી...
શું તમે તમારા બાળકને ઘરમાં એકલા મૂકીને જાઓ છો, તો ચેતી જજો. ઘરે બાળકને એકલા

શું તમે તમારા બાળકને ઘરમાં એકલા મૂકીને જાઓ છો, તો ચેતી જજો. ઘરે બાળકને એકલા મૂકીને જતા માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. જેમાં રમતા રમતા બાળકે રાંધણ ગેસની પાઈપને અચાનક ખેંચી લીધી હતી. ત્યારે આ બાળકની 6 વર્ષની બહેને અચાનક લાઈટર સળગાવ્યું હતું.
લાઈટર સળગાવતા સ્પાર્ક થયો
લાઈટર સળગાવતા સ્પાર્ક થયો હતો, આ સ્પાર્ક થતાં બન્ને બાળકો ગંભીર રીતે દાઝ્યા હતા, જો કે સંતાનોને સળગતા જોઈ માતા બચાવવા દોડી ગઈ હતી. બન્ને બાળકોને બચાવા જતા માતા પણ ગંભીર રીતે દાઝી ગઈ હતી.
સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
ત્રણેયને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ આવી પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર મામલો તપાસ શરૂ કરી હતી.






