રાજકોટ: ડેન્ગ્યુથી 28 વર્ષના યુવાનનું મોત, શહેરમાં મચ્છરજન્ય રોગચાળાના કેસોમાં વધારો
રાજકોટમાં ડેન્ગ્યુના કારણે એક યુવાનનું મોત નીપજ્યું છે. રાજકોટ- મોરબી રોડ પરની સેટેલાઇટ સોસાયટીમાં 28 વર્ષના જય રેનપરાનું ડ

રાજકોટમાં ડેન્ગ્યુના કારણે એક યુવાનનું મોત નીપજ્યું છે. રાજકોટ- મોરબી રોડ પરની સેટેલાઇટ સોસાયટીમાં 28 વર્ષના જય રેનપરાનું ડેન્ગ્યુની બીમારીને કારણે મોત થયું છે. યુવકને તાવ વધી જતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુવાન રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર ઓટો કન્સલ્ટન્ટનું કામ કરે છે. યુવાનના પિતાની ઓટો કન્સલ્ટન્ટની દુકાન છે. યુવાન પુત્રના નિધન બાદ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
સારવાર કારગર ન નિવડતા યુવકનું મોત
યુવાનનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો, પણ યુવાનની તબિયત વધુમાં વધુ લથડી રહી હતી, જોકે તબીબોએ તેની સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ સારવાર કારગર ન નિવડતા યુવકનું મોત થયું છે. ઉલ્લેખનિય છે કે શહેરમાં ડેન્ગ્યુના ઢગલાબંધ કેસ નોંધાયા છે. મચ્છરના ઉપદ્રવને દૂર કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે.
પાટણ જિલ્લામાં 34 ડેન્ગ્યુના કેસ
પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના પોઝિટિવ 34 કેસ નોંધાયા છે.જિલ્લામાં વરસાદી પાણી ભરાવવાના કારણે ડેન્ગ્યુના મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.ચાણસ્મા શહેર સહિત આસપાસના ગામોમાં ડેન્ગ્યુના કેસો શરૂ થયા હતા. ડેન્ગ્યુના કેસોમાં વધારો છતાંય જિલ્લા આરોગ્ય તંત્ર બિલકુલ અજાણ છે..






