મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

15 વર્ષના કિશોરે ઝેરી દવા ગટગટાવી ઇંસ્ટાગ્રામ પર વીડિયો મુક્યો, પરિવારને જાણ થતા જ હોસ્પિટલ ખસેડ્યો

અમરેલીમાં સોશિયલ મીડિયાના દૂરઉપયોગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમર

15 વર્ષના કિશોરે ઝેરી દવા ગટગટાવી ઇંસ્ટાગ્રામ પર વીડિયો મુક્યો, પરિવારને જાણ થતા જ હોસ્પિટલ ખસેડ્યો

અમરેલીમાં સોશિયલ મીડિયાના દૂરઉપયોગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમરેલીના બગસરાના નવા વાઘણીયા ગામમાં 15 વર્ષના કિશોરે ઝેરી દવા ગટગટાવી ઇંસ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો હતો. બનાવની જાણ પરિવારજનોને થતા જ તરત જ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

15 વર્ષના કિશોરે ઝેરી દવા પી ઇંસ્ટાગ્રામ પર વીડિયો મુક્યો

અમરેલીના બગસરાના નવા વાઘણીયા ગામમાં ખેતમજૂરના 15 વર્ષીય કિશોરે ખેત પાકમાં વપરાતી ઝેરી દવા ગટગટાવી હતી. ઝેરી દવા પીને 15 વર્ષીય કિશોરે તેનો વીડિયો ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. બનાવની જાણ પરિવારને થતા તેને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

15 વર્ષીય કિશોર પાણી ગટગટાવતો હોય તેમ ઝેરી દવા ગટગટાવીને તેનો વીડિયો પણ ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો.ઘટનાની જાણ પોલીસને થતા તે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. 15 વર્ષીય કિશોરે ઝેરી દવા કેમ પીધી તેનું કારણ હજુ સુધી અકબંધ છે.

આ સમાચાર શેર કરો