મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Anand News: પરિવારે દીકરીને ભણવા બાબતે આપ્યો ઠપકો, 9મા ધોરણની વિદ્યાર્થિની જીવતી સળગી 

આણંદ શહેરના અક્ષર ફાર્મ પાસે બળેલી હાલતમાં 9મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની પ્ર

Anand News: પરિવારે દીકરીને ભણવા બાબતે આપ્યો ઠપકો, 9મા ધોરણની વિદ્યાર્થિની જીવતી સળગી 

આણંદ શહેરના અક્ષર ફાર્મ પાસે બળેલી હાલતમાં 9મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની પ્રિયલ પટેલનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એ જાણવા મળ્યું કે, 9મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીને ભણવા બાબતે પરિવારે ઠપકો આપ્યો હતો. આ ઠપકાથી લાગી આવતા  તેણીની પેટ્રોલ છાંટીને જીવતી સળગી ગઈ હતી. 

આણંદ નજીક મોગરી ગામે રહેતી ધો.9ની વિદ્યાર્થિની પ્રિયલ પટેલને શુક્રવારે સાંજે પરિવારે ભણવા બાબતે ઠપકો આપતા ઘરેથી ટુ વ્હિલર લઈને નીકળી ગઈ. આણંદ શહેરના અક્ષર ફાર્મ રોડ ઉપર અવાવરૂ જગ્યાએ જઈ પથ્થર પર બેસીને પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી લીધું. મોતને પગલે પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આ અંગે આણંદ શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આણંદ જિલ્લાના મોગરી ગામના મયંકભાઈ હર્ષદભાઈ પટેલ ખાનગી એન્જિનીયરીંગ કંપનીમાં કામ કરે છે. તેમની 13 વર્ષીય પુત્રી પ્રિયલ પટેલ વિદ્યાનગરની એક ખાનગી સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે. શુક્રવારે બપોરે પરિવારજનોએ ભણવા બાબતે ઠપકો આપતા ઉશ્કેરાઈને પોતાના ઘરેથી વ્હિકલ લઈને નીકળી ગઈ હતી. ચિંતાતુર પરિવારજનોએ તેની આજુબાજુમાં તપાસ કરી પરંતુ મળી નહોતી. આણંદ શહેરના અક્ષર ફાર્મ રોડ સ્થિત અવાવરૂ જગ્યાએ તેણીનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

પોલીસે આજુબાજુના CCTV ચેક ચકાસવાનું શરૂ કર્યું છે. પ્રિયલ પટેલે પેટ્રોલ ક્યાંથી લીધું તેની તપાસ કરી રહી છે. મૃતકની અંતિમ વિધિ બાદ પરિવારની પૂછપરછ પણ કરવામાં આવશે. 

આ સમાચાર શેર કરો