147મી રથયાત્રા: 96 કેમેરા, 20 ડ્રોન, 1400 સીસીટીવી કેમેરા સહિત 19 હજાર સુરક્ષાકર્મી રહેશે હાજર
અમદાવાદમાં 147મી રથયાત્રા શાંતિ અને સલામતી સાથે પાર પાડવા માટે પોલીસ વિભાગે શહેરમાં ચુસ્ત બંદોબસ્ત

અમદાવાદમાં 147મી રથયાત્રા શાંતિ અને સલામતી સાથે પાર પાડવા માટે પોલીસ વિભાગે શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાનું નક્કી કર્યું છે. આ રથયાત્રામાં IG કક્ષાના અધિકારીથી મળીને કુલ 18784 પોલીસ કર્મચારીઓ ફરજ પર રહેશે. શહેરના 16 કિમી યાત્રા રૂટ પર કુલ 1400 સીસીટીવી કેમેરા લગાવાશે તેમજ ટ્રાફિક નિયમન માટે 1931 કર્મચારીઓ ફરજ બજાવશે.
IG કક્ષાના અધિકારીથી મળીને કુલ 18784 પોલીસ કર્મચારીઓ ફરજ પર
રથયાત્રામાં જોડાનારા રથો, ટ્રક,અખાડા અને ભજનમંડળીઓ, મંહતશ્રીઓની સુરક્ષા માટે રથયાત્રા સાથે મુવિંગ બંદોબસ્તમાં 4500 પોલીસ કર્મચારીઓ જોડાવાના છે. પૂરતા મોનિટરિંગ સંદર્ભે જણાવ્યું કે 47 લોકેશન્સ પરથી 96 કેમેરા, 20 ડ્રોન1733 બોડી વોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે.
1400 સીસીટીવી કેમેરાથી પોલીસ કંટ્રોલરૂમ બાજ નજર
આ ઉપરાંત 16 કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર ખાનગી દુકાન ધારકોની સહભાગીતાથી 1400 સીસીટીવી કેમેરાથી પોલીસ કંટ્રોલરૂમ દ્વારા બાજ નજર રખાશે.
17 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય
યાત્રા દરમ્યાન કોઈ મેડિકલ ઈમરજન્સી ઉભી થાય કે કોઈ બનાવ બને તો તબીબી સેવાઓ માટે અમદાવાદ મહાપાલિકાની ત્રણ અને રાજ્ય સરકારની સિવિલ તથા સોલા સિવિલમાં મેડિકલ ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવશે. આ ઉપરાંત પાંટ અર્બન હેલ્થ સેન્ટરમાં પણ તાત્કાલિક સારવાર મળી રહેશે. 108ની 11 અને મ્યુનિસિપિલની પાંચ કુલ 17 એમ્બ્યુલન્સ હાજર રહેશે.






