અમદાવાદમાં 9 હજાર વિદ્યાર્થી પતરાવાળી સ્કૂલમાં ભણવા મજબૂર
અમદાવાદના વિવિધ વોર્ડ વિસ્તારમાં મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ સંચાલિત 32 પતરાવાળી શાળાઓ આવેલ

અમદાવાદના વિવિધ વોર્ડ વિસ્તારમાં મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ સંચાલિત 32 પતરાવાળી શાળાઓ આવેલી છે. આ શાળાઓ તોડી પાડી નવી શાળા બનાવવા રાજ્ય સરકાર ગ્રાન્ટ આપશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી શાળાઓ બનાવવા ટૂંક સમયમાં ટેન્ડર કરવામાં આવશે.
મ્યુનિસિપલ બોર્ડને પતરાવાળી સ્કૂલને તોડી નવી સ્કૂલ બનાવવાનું હવે યાદ આવ્યું
અમદાવાદ ઉત્તરઝોન ઉપરાંત મધ્ય અને પૂર્વ અને દક્ષિણ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ, પશ્ચિમ એમ કૂલ છ ઝોનમાં નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત 32 પતરાવાળી શાળાઓ આવેલી છે.
આ શાળાઓના 179 ઓરડાઓમાં 9753 બાળકો અભ્યાસ કરે છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું, 32 પૈકી 6 શાળા ભાડાની જગ્યામાં ચલાવાઇ રહી છે.
આ તમામ શાળાઓ તોડી નવી શાળાઓ બનાવવા રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળી ગઇ છે. ટેન્ડર પ્રક્રીયા પછી તબક્કાવાર શાળાનું બાંધકામ શરૂ કરાશે.
ક્યા ઝોનમાં કેટલી પતરાવાળી શાળાઓ
| ઝોન | શાળાની સંખ્યા |
| ઉત્તર | 14 |
| દક્ષિણ | 01 |
| પૂર્વ | 08 |
| મધ્ય | 06 |
| દક્ષિણ પશ્ચિમ | 02 |
| પશ્ચિમ | 01 |








