ઉકાઈ ડેમમાંથી 9 દરવાજા 4 ફૂટ ખોલી 82 હજાર ક્યસેક પાણી છોડાયુ, તાપી નદી બે કાંઠે વહેતા તંત્ર એલર્ટ
ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદને પગલે અવિરત 82 હજાર ક્યુસેક જેટલું પાણી ડેમમાં ઠલવાઈ ર

ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદને પગલે અવિરત 82 હજાર ક્યુસેક જેટલું પાણી ડેમમાં ઠલવાઈ રહ્યું છે. જેને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આટલા જ પ્રમાણમાં પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉકાઈ ડેમની હાલની સપાટી 334.91 ફૂટ છે. રૂલ લેવલ વહીવટી તંત્ર દ્વારા 335 નક્કી કરવામાં આવ્યું છે. તેને કારણે હવે જેટલી ઉકાઈ ડેમમાં આવક થઈ રહી છે, પાણીની એટલી જાવક પણ કરી દેવાય છે.
પ્રકાશા ડેમમાંથી પાણી છોડાયુ
ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ હથનુર ડેમની 214 મીટરની ભયજનક સપાટીની સામે હાલ 210 મીટરની સપાટી નોંધાયી છે અને હથનુર ડેમમાંથી 37 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ રીતે જ પ્રકાશા ડેમની પણ 111 મીટરની ભયજનક સામે 109 મીટરે સપાટી પહોંચી છે. હાલમાં પ્રકાશા ડેમમાંથી 83 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની રુલ લેવલની સપાટી જાળવી રાખવા માટે વહીવટી તંત્ર કોઈપણ પ્રકારના જોખમ લીધા વગર જેટલી ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે, એટલી જાવક પણ કરી દીધી છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે.
તંત્રની ચાપતી નજર
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની અંદર જ્યારે વરસાદ થતો હોય છે, તેની સીધી અસર ઉકાઈ ડેમ પર પણ થવા માંડે છે. હાલમાં ઉકાઈ ડેમના 9 દરવાજા 4 ફુટ સુધી ખોલવામાં આવ્યા છે. બીજી તરફ ઉપરવાસમાં આવેલ હથનુર અને પ્રકાશા ડેમની સપાટીમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ચાર દિવસ સુધી વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી છુટાછવાયા વરસાદી ઝાપટાને બાદ કરતાં મેઘરાજાએ એકંદરે વિરામ લીધો છે. મેઘરાજાના વિરામને પગલે શહેરીજનોએ પણ રાહત અનુભવી છે. જો કે, ઉકાઈ ડેમની સપાટી જાળવવા માટે તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.








