મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નર્મદા ડેમના 9 દરવાજા ખોલાતા અદભૂત નજારો, 1.17 ક્યૂસેક પાણી છોડાતા કાંઠા વિસ્તારને કરાયા એલર્ટ

ગુજરાત સહિત દેશભરમાં લાંબા વિરામ બાદ દેશભમાં વરસાદની એન્ટ્રી થઈ છે. ઉપરવાસ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ પડવાન

નર્મદા ડેમના 9 દરવાજા ખોલાતા અદભૂત નજારો, 1.17 ક્યૂસેક પાણી છોડાતા કાંઠા વિસ્તારને કરાયા એલર્ટ

ગુજરાત સહિત દેશભરમાં લાંબા વિરામ બાદ દેશભમાં વરસાદની એન્ટ્રી થઈ છે. ઉપરવાસ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ પડવાના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક વધવાને પગે 5 દરવાજાની જગ્યાએ 9 દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં પાણીની આવક 1,17,257 ક્યુસેક થઈ છે. નર્મદા ડેમ ની જળ સપાટી 135.03 મીટર એ સ્થિર છે. નર્મદા ડેમની જળ સપાટીનું રૂલ લેવલ જાળવવા માટે ગઈકાલ સાંજે 6 વાગ્યાથી નર્મદા ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે.

ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની આવક વધી જતાં 5 દરવાજાને બદલે ફરી 9 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના 9 દરવાજામાંથી 50,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જયારે આરબીપીએચમાંથી 43614 અને સીએચપીએચમાંથી 23370  ક્યુસેક પાણી કેનાલ અને નદીમાં  છોડવામાં આવી રહ્યું છે. 

હાલ નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. નર્મદા ડેમમાંથી કુલ 116976 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદી બે કાંઠે વહી રહી હોવાથી નર્મદા,ભરૂચ અને વડોદરા ના નર્મદા નદી કાંઠા વિસ્તાર ના  લોકો ને સાવધ કરાયા

આ સમાચાર શેર કરો