મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: 800 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો, 4 વર્ષથી ચાલતી હતી ફેક્ટરી

રાજકોટમાં SOG પોલીસે પનીરની ફેક્ટરી પર દરોડા પાડી લાખોની કિંમતના 800 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પનીર નકલી

રાજકોટ: 800 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો, 4 વર્ષથી ચાલતી હતી ફેક્ટરી

રાજકોટમાં SOG પોલીસે પનીરની ફેક્ટરી પર દરોડા પાડી લાખોની કિંમતના 800 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પનીર નકલી છે કે ભેળસેળ યુક્ત તેને લઇને તપાસ હાથ ધરવામાં આવી છે.

800 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો

રાજકોટમાં શીતલ પાર્ક વિસ્તારમાં આવેલ ગુજરાત ફૂડ નામની પનીરની ફેક્ટરી પર SOGએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન 800 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે. 

4 વર્ષથી આ ફેક્ટરી ચાલતી હોવાની માહિતી સામે આવી છે. ફેક્ટરીનું ગોડાઉન હોય તેમ દર્શાવવામાં આવ્યું હતું પરંતુ અંદર પનીર બનાવવામાં આવતું હતું. પનીર નકલી છે કે ભેળસેળ યુક્ત તેને લઇને તપાસ શરૂ કરી હતી. મનપાની આરોગ્ય શાખાની કામગીરી પોલીસ કરવા લાગી છે.

આ સમાચાર શેર કરો