સુરેન્દ્રનગરમાં અકસ્માતની વણઝાર, છેલ્લા 24 કલાકમાં અલગ અલગ ઘટનામાં 8 લોકોએ ગુમાવ્યો જીવ
સુરેન્દ્રગરમાં છેલ્લા 24 કલાકમાં જ અકસ્માતની અલગ અલગ ઘટનામાં 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્ય

સુરેન્દ્રગરમાં છેલ્લા 24 કલાકમાં જ અકસ્માતની અલગ અલગ ઘટનામાં 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ચોટીલા નજીક પિકઅપ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક જ પરિવારના 4 લોકોના મોત થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં અવાર નવાર અકસ્માતની ઘટના બનતા રોડ સેફ્ટીના કાર્યક્રમ માત્ર કાગળ પર જોવા મળી રહ્યાં છે.
સુરેન્દ્રનગરમાં અલગ અલગ ઘટનામાં અકસ્માતમાં 8 લોકોના મોત
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નજીક પિકઅપ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા. કટુડા નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું. અન્ય અકસ્માતની ઘટનામાં પણ 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ રીતે અલગ અલગ અકસ્માતની ઘટનામાં 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત
ચોટીલા નજીક આવેલા ગીગાના ઓટલા પાસે ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ભયંકર ટક્કર થતાં પીકઅપમાં સવાર 4 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. આ ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં લીમડીના શિયાણી ગામના રેથરિયા કોળી પરિવાર 4 સગા દેરાણી જેઠાણીના મૃત્યુ થયા હતા. નોંધનીય છે કે, આ પરિવાર સોમનાથ પિતૃ તર્પણ માટે જઈ રહ્યો હતો તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.






