મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

KUTCH / તાવ કે કોઈ ભેદી રોગ? લખપતમાં એક અઠવાડિયામાં 8 લોકોના મોત

Kutch News : કચ્છના છેવાડે આવેલા લખપત વિસ્તારમાં એક અઠવાડિયામાં 8 લોકોના મોત થતા ખળભળાટ મચી ગયો છે. લખપતમાં પહેલા 3 અને

KUTCH / તાવ કે કોઈ ભેદી રોગ? લખપતમાં એક અઠવાડિયામાં 8 લોકોના મોત

Kutch News : કચ્છના છેવાડે આવેલા લખપત વિસ્તારમાં એક અઠવાડિયામાં 8 લોકોના મોત થતા ખળભળાટ મચી ગયો છે. લખપતમાં પહેલા 3 અને હવે 5 એમ 8 લોકોના મોત થયા છે. તમામ મૃતકોને ફેફસામાં સંક્રમણ થતા તેઓ મૃત્યુ પામ્યા હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. જો કે આ કોઈ તાવ છે કે ભેદી રોગ છે એ અંગે અનેક ચર્ચાઓ થઈ રહી છે. સમગ્ર વિસ્તારમાં આ સંક્રમણ ફેલાવવાનો ભય વ્યાપી ગયો છે.

રાપરમાં સગીરા અને યુવકના કોહવાયેલા મૃતદેહ મળ્યાં

કચ્છના વાગડમાં અપહરણ વિથ મર્ડરની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. માતાને મોતને ઘાત ઉતારી સગીર યુવતીનું અપહરણ કરનાર આરોપી અને સગીર યુવતી બંનેના કોહવાયેલી અવસ્થામાં મૃતદેહ મળી આવ્યાં છે. બંનેના મૃતદેહ એક ઝાડ પર લટકેલા મળી આવ્યાં છે. 

કચ્છ જિલ્લાના વાગડ પંથકમાં ચાર દિવસ અગાઉ રાપરનાં ફતેહગઢ નજીક સુજાવાંઢમાં બનાવ બન્યો હતો, જેમાં  સાંજના સમયે માતા સગીર પુત્રી સાથે પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન એક યુવકે આ આધેડ મહિલા પર 4 થી 5 તીક્ષણ હથિયારનાં ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. 

મહિલાની હત્યા કર્યા બાદ આ યુવક મહિલા સાથે રહેલી સગીરાનું અપહરણ કરી ગયો હતો. આજે આ આરોપી યુવક અને સગીરા બંનેના કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. 

આ સમાચાર શેર કરો