મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભૂપેન્દ્ર પટેલ 2.0માં સૌરાષ્ટ્રના 8 મંત્રીઓ, નવા મંત્રીમંડળમાં પટેલ - ઓબીસીનો દબદબો 

ગુજરાતના રાજકારણમાં એક મોટો અને અણધાર્યો વળાંક આવ્યો છે. છેલ્લા 24 કલાકથી ચાલી રહેલી રાજકીય હલચલ વચ્ચ

ભૂપેન્દ્ર પટેલ 2.0માં સૌરાષ્ટ્રના 8 મંત્રીઓ, નવા મંત્રીમંડળમાં પટેલ - ઓબીસીનો દબદબો 

ગુજરાતના રાજકારણમાં એક મોટો અને અણધાર્યો વળાંક આવ્યો છે. છેલ્લા 24 કલાકથી ચાલી રહેલી રાજકીય હલચલ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાય મંત્રીમંડળના તમામ 16 મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામાં આપી દીધા હતા. આજે સવારે 11:30 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળના શપથગ્રહણનો કાર્યક્રમ યોજાશે. નવા મંત્રીઓનું લીસ્ટ પણ જાહેર થઈ ચૂક્યું છે. ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારમાં નવા મંત્રી મંડળમાં 26 મંત્રીઓનો સમાવેશ થાય છે. ભાજપે ગુજરાતમાં ડેમેજ કંન્ટ્રોલ કરતાં સૌરાષ્ટ્ર- કચ્છને સાચવી લીધું છે. આ સિવાય વિસાવદરની હાર બાદ છેલ્લા કેટલાક સમયથી પટેલોની ભાજપથી નારાજગી ઉડીને આંખે વળગી રહી હતી. એવામાં ભાજપે હવે નવા મંત્રીમંડળમાં સૌથી વધુ 8 પટેલોને સ્થાન આપીને પટેલોને સાચવી લઈ ડેમેજ કન્ટ્રોલ કર્યું છે. 

નવા મંત્રીમંડળના વિસ્તરણમાં જ્ઞાતિ આધારિત જોઈએ તો ભૂપેન્દ્ર પટેલ સહિત 8 પટેલ, OBC 8 મંત્રીઓ, SC 3 મંત્રીઓ, ST 4 મંત્રીઓ, 3 મહિલા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. 
જો વિસ્તાર મુજબ જોઈએ તો સૌથી વધુ સૌરાષ્ટ્રના કાંતિ અમૃતિયા, કુંવરજી બાવળિયા, રિવાબા, અર્જૂન મોઢવાડિયા, કૌશિક વેકરિયા સહિત 8 નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે.
  
મધ્ય ગુજરાતમાં અમદાવાદમાંથી ભૂપેન્દ્ર પટેલ, દર્શના વાઘેલા, વડોદરાથી મનિષા વકિલ, રમેશ કટારા સહિત 7 ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવાયા છે. દક્ષિણ ગુજરાતમાંથી હર્ષ સંઘવી, પ્રફૂલ પાનસેરિયા, જયરામભાઈ ગામીત, કનુભાઈ સહિત 6 ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ થાય છે. જ્યારે ઉત્તર ગુજરાતમાંથી ઋષિકેશ પટેલ, પ્રવિણ માળી, સ્વરૂપજી ઠાકોર, પીસી બંરડા સહિત 4 ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવાયા છે. કચ્છ- અંજારથી ત્રિકમ છાંગાનો મંત્રીમંડળમાં સમાવેશ થયો છે.

જૂની સરકારના નવ મંત્રીઓ પડતા મુકાયા 
રાઘવજી પટેલ
બળવંતસિંહ રાજપૂત
મૂળુભાઈ બેરા
કુબેર ડિંડોર
ભાનુબેન બાબરિયા
બચુ ખાબડ
મુકેશ પટેલ
ભીખુસિંહ પરમાર
કુંવરજી હળપતિ

આ સમાચાર શેર કરો