મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ડિજિટલી એરેસ્ટ કરી 8 લાખ પડાવનાર ઝડપાયો, CBIના લોગોવાળી મોકલી હતી બોગસ નોટિસ 

ડિજિટલી એરેસ્ટના કિસ્સાઓ રોજે રોજ વધી રહી છે. ત્યારે પોલીસ સહિતની એજન્સીના નામે 9 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યાં

ડિજિટલી એરેસ્ટ કરી 8 લાખ પડાવનાર ઝડપાયો, CBIના લોગોવાળી મોકલી હતી બોગસ નોટિસ 

ડિજિટલી એરેસ્ટના કિસ્સાઓ રોજે રોજ વધી રહી છે. ત્યારે પોલીસ સહિતની એજન્સીના નામે 9 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યાં હતાં. આ અંગે ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ આપી હતી. જેથી સાયબર ક્રાઈમ દ્વારા સાયબર ક્રાઈમ ફ્રોડની ફરિયાદ નોંધીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ આ આરોપી દ્વારા કેટલા ફ્રોડ કરવામાં આવ્યા તે અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પાર્સલના નામે છેતરપિંડી

આરોપીઓએ પાર્સલમાંથી ૧૪૦ ગ્રામ એમ.ડી. તથા અન્ય વસ્તુઓ સીઝ કરેલ હોવાનું જણાવવામાં આવ્યું હતું. સાથે સીબીઆઇના લોગોવાળી બોગસ નોટીસ મોકલી હતી. બાદમાં ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. કસ્ટમ ઓફિસ મુંબઇથી સુખરાજ રાજા રાકેશકુમાર સીંગ, પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેની ખોટી ઓળખ આપી હતી.  

પાર્સલના નામે છેતરપિંડી

પાર્સલ જે એડ્રેસ પર મોકલેલ તે રીટર્ન થયું છે. તેમાં ૫ પાસપોર્ટ, ૩ બેંક ક્રેડીટ કાર્ડ, ૧૪૦ ગ્રામ MDM A અને ૪ કિલો કપડા મળી આવ્યા હોવાનું જણાવ્યું હતું. પાર્સલમાંથી જે ડ્રગ્સ મળેલુ છે. તે કેસમાં ધરપકડ કરવામાં આવશે. તેવી ધમકી આપી હતી. બાદમાં કોઇ મેડમ સાથે વાત કરાવીને સીબીઆઇના લોગોવાળો અધિકારીની બનાવટી સહી વાળો બોગસ લેટર મોકલ્યો હતો. બેન્કમાં જે બેલેન્સ છે. તેમાં રૂ.૧૫,૦૦૦/- ખાતામાં રાખી બાકીનું તમામ બેલેન્સ તેઓના જણાવ્યા મુજબના આર.બી.આઈ.ના બેંક એકાઉન્ટમાં RTGS કરી આપવાનું કહ્યું હતું. બાદમાં એકાઉન્ટની ઇન્કવાયરી પુરી થયેથી ૨૪ થી ૭૨ કલાકમાં એકાઉન્ટમાં ઓટોમેટીક પરત આવી જશે તેવું જણાવ્યું હતું.

10 હજારનું કમિશન મળતું હતું

આ કેસમાં સંડોવાયેલા ઝહિર હુસેન મુતુર્ગા હુસેન એઝાઝ હુસેન સૈયદને ઝડપી લેવામાં આવ્યો હતો. તેને 10 હજારનું કમિશન આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ સાયબર ક્રાઈમ દ્વારા આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે આગળ આ એકાઉન્ટ કોને આપેલ છે તે બાબતે આગળની વધુ તપાસ ચાલુ છે.

આ સમાચાર શેર કરો