પોલીસ બેડામાં ફેરફાર: 8 IPSની બદલી અને નિમણૂક, જાણો એક ક્લિકમાં કોની ક્યાં થઈ બદલી
રાજ્યમાં 18 IASની બદલી કર્યા બાદ હવે આઈપીએસની બદલી કરવામાં આવી છે.જેમાં 8 આઈપીએસની બદલી કરવામાં આવી છે. આઈપીએસ રાજુ

રાજ્યમાં 18 IASની બદલી કર્યા બાદ હવે આઈપીએસની બદલી કરવામાં આવી છે.જેમાં 8 આઈપીએસની બદલી કરવામાં આવી છે. આઈપીએસ રાજુ ભાર્ગવને એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (આર્મ્ડ યુનિટ) ગાંધીનગરનો ચાર્જ સોંપાયો છે. વિકાસ સુંદા જેઓ ગુજરાત ગવર્નરના એડીસી હતા. જેમને વેઈટીંગ ફોર પોસ્ટિગમાં મુકવામાં આવ્યા છે.
8 IPS અધિકારીઓની બદલી અને નિમણૂક કરવામાં આવી છે. જેમાં રાજુ ભાર્ગવ, વિકાસ સુંદા, બિશાખા જૈન, રાઘવ જૈન, જીતેન્દ્ર મુરારીલાલ અગ્રવાલ, ડો.નિધિ ઠાકુર, કોરુકોન્ડા સિદ્ધાર્થ અને જે.એ.પટેલનો સમાવેશ થાય છે.
- રાજુ ભાર્ગવની આર્મ્સ યુનિટ ગાંધીનગરમાં બદલી
- વિકાસ સુંદાને વેટિંગ ફોર પોસ્ટિંગ રખાયા
- બિશાખા જૈનની દાહોદ SRPF ગ્રુપ 4માં બદલી
- રાઘવ જૈનની રાજકોટ જેલ SP તરીકે નિમણૂક
- જીતેન્દ્ર અગ્રવાલની ગાંધીનગર સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ 1માં એસપી તરીકે નિમણૂક
- નિધિ ઠાકુરની વડોદરા જેલ SP તરીકે નિમણૂક
- કોરુકોંડા સિદ્ધાર્થની ગાંધીનગરમાં ગવર્નર ADC તરીકે બદલી
- જે.એ પટેલની રાજકોટ SP તરીકે બદલી








