મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આ 8 ગુજરાતીઓ બીજી ફ્લાઇટમાં અમેરિકાથી ડિપોર્ટ થઇને પરત આવશે, સૌથી વધુ કલોલ-માણસાના

આજે અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા ભારતીયોની બીજી ફ્લાઇટ અમૃતસર પહોંચશે. આ ફ્લા

આ 8 ગુજરાતીઓ બીજી ફ્લાઇટમાં અમેરિકાથી ડિપોર્ટ થઇને પરત આવશે, સૌથી વધુ કલોલ-માણસાના

આજે અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા ભારતીયોની બીજી ફ્લાઇટ અમૃતસર પહોંચશે. આ ફ્લાઇટમાં 8 ગુજરાતીઓના નામ સામે આવ્યા છે. ગુજરાતીઓમાં સૌથી વધુ માણસા અને કલોલના હોવાનું જાણવા મળ્યું છે.

આ 8 ગુજરાતીઓ અમેરિકાથી ડિપોર્ટ થશે

  • લુહાર ધવલભાઈ કિરીટકુમાર - કલોલ
  • લુહાર રુદ્ર ધવલભાઈ - કલોલ
  • મીહિત ઠાકોર - ગુજરાત
  • પટેલ ધિરાજકુમાર કનુભાઈ - અમદાવાદ
  • ચૌધરી કનિશ મહેશભાઈ - માણસા
  • ગોસ્વામી આરોહીબેન દીપકપૂરી - ગુજરાત
  • ગોસ્વામી દીપકપૂરી બળદેવપુરી  - ગુજરાત
  • ગોસ્વામી પૂજાબેન દિપકપૂરી  - ગુજરાત

119 ભારતીયો પરત આવશે

અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોની બીજી ફ્લાઇટ 15 ફેબ્રુઆરીએ રાત્રે 10 વાગ્યે અમૃતસર પહોંચશે. આ ફ્લાઇટમાં 119 ભારતીયો હોવાનું જાણવા મળ્યું છે. 

119 મુસાફરોમાં પંજાબના સૌથી વધુ 67 મુસાફર, હરિયાણાના 33, ગુજરાતના 8, ઉત્તર પ્રદેશના 3, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 2-2 પેસેન્જર તેમજ જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના એક-એક મુસાફર હોવાનું જાણવા મળ્યું છે. પ્રથમ બેચમાં અમેરિકાથી લાવવામાં આવેલા લોકોમાંથી 30 લોકો પંજાબના, 33-33 હરિયાણા અને ગુજરાતના, ત્રણ-ત્રણ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના અને બે લોકો ચંદીગઢના હતા.

મહત્ત્વપૂર્ણ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિના શપથ લીધા પછી ગેરકાયદેસર રહેતા લોકોને દેશ નિકાલ કરવામાં આવી રહ્યાં છે. 5 ફેબ્રુઆરીના રોજ અમૃતસર પહોંચેલી પ્રથમ ફ્લાઇટમાં 104 ભારતીયો હતો જેમને હથકડી અને પગમાં સાંકળ બાંધીને લાવવામાં આવ્યા હતા જેનો દેશવ્યાપી વિરોધ થયો હતો. ભારતમાં ડિપોર્ટ થયેલા લોકો સાથેને વ્યવહાર અંગે અમેરિકાએ પણ ચિંતા વ્યક્ત કરી હતી.

યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (USCBP) અનુસાર, 2022થી નવેમ્બર 2024 વચ્ચે લગભગ 1,700 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી. 2022માં, 409ને અટકાવવામાં આવ્યા હતા, 2023 માં 730 અને 2024માં નવેમ્બર સુધી 517ને અટકાવવામાં આવ્યા હતા, જેમાં 42 સગીરોનો સમાવેશ થાય છે. 2022 માં, પ્યુ રિસર્ચ સેન્ટરે અંદાજ લગાવ્યો હતો કે 725,000 અનધિકૃત ભારતીય ઇમિગ્રન્ટ્સ યુએસમાં રહે છે.

આ સમાચાર શેર કરો