મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સ્ટેટ સાયબર પોલીસે 4 સ્થળે દરોડા પાડી ઓનલાઈન ઠગાઈ કરતા 8 શખ્સો ઝડપી પાડ્યા

Ahmedabad News: સમગ્ર દેશમાં થતા સાયબર ઠગાઈના કિસ્સામાં ભોગ બનનારના રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા બાદ ઉપાડી લેવામ

સ્ટેટ સાયબર પોલીસે 4 સ્થળે દરોડા પાડી ઓનલાઈન ઠગાઈ કરતા 8 શખ્સો ઝડપી પાડ્યા

Ahmedabad News: સમગ્ર દેશમાં થતા સાયબર ઠગાઈના કિસ્સામાં ભોગ બનનારના રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા બાદ ઉપાડી લેવામાં આવતા હોવાની વાતથી સૌ કોઈ માહિતગાર છે. મહેસાણા જિલ્લામાં આવેલી બેંકમાંથી ઠગાઈના રૂપિયા વિડ્રો કરવામાં આવ્યા છે. તે મુજબની માહિતી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના પ્રતિબિંબ પોર્ટલમાં અપલોડ કરવામાં આવી હતી. અપલોડ થયેલી માહિતીના આધારે સ્ટેટ સાયબર ક્રાઈમે મહેસાણા જિલ્લામાં ચાર સ્થળો પર દરોડા પાડીને ગુનામાં સંડોવાયેલા 8 આરોપીની ધરપકડ કરીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે.

તાજેતરમાં શેરબજારમાં ઓફલાઈન ટ્રેડિંગની લોભામણી લાલચ આપીને ઉતરપ્રદેશના શખ્સ પાસેથી રૂ. 64.30 લાખની ઠગાઈની આચરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા પ્રતિબિંબ પોર્ટલ પર જે એકાઉન્ટમાંથી રૂપિયા વિડ્રો કરવામાં આવ્યા હતા. તે એકાઉન્ટની માહિતી અપલોડ કરવામાં આવી હતી કે ઉતરપ્રદેશમાં જે વ્યક્તિ ઠગાઈનો ભોગ બન્યા હતા. તેના રૂપિયા ગુજરાતના મહેસાણા જિલ્લાની બેંકમાંથી ઉપાડી લેવામાં આવ્યા છે.

સ્ટેટ સાયબર ક્રાઈમે પોર્ટલ પર અપલોડ થયેલી માહિતીને ઝીણવટ પૂર્વક એનાલિસીસ કરવામાં આવ્યું ત્યારબાદ એક ટીમને મહેસાણા જિલ્લામાં આવેલી બેંકમાં તપાસ માટે મોકલવામાં આવી અને શરૂઆતમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ઝડપાયેલા બંને આરોપીની પૂછપરછમાં હકીકત જાણવા મળી કે આ ગુનામાં હજુ અન્ય આરોપીઓ સંડોવાયેલા છે. તબક્કાવાર રીતે સાયબર ક્રાઈમે એક બાદ એક કુલ આઠ આરોપીની ધરપકડ કરીને ચેક બુક, પાસબુક, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ તથા મોબાઈલ ફોન, આર.સી બુક, ચૂંટણી કાર્ડ, ભાડા કરાર તથા અન્ય દસ્તાવેજ કબજે કરવામાં આવ્યા છે.

કબજે કરવામાં આવેલા મુદ્દામાલની યાદી

ચેક બુક તથા પાસબુક -80

ડેબિટ અને ક્રેડિટ કાર્ડ-16

પાન કાર્ડ-12

આધાર કાર્ડ-11

મોબાઈલ-9

આર.સી.બુક -8

ચૂંટણી કાર્ડ-6

દસ્તાવેજી કાગળો -2

ભાડા કરાર -1

આ સમાચાર શેર કરો