મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં પોર્ન સાઈટ જોવાના શોખીન આધેડે લોલીપોપની લાલચ આપી 7 વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું આચર્યુ કૃત્ય

સુરતમાં બાળકો સાથેના અત્યાર ઓછા થવાનું નામ નથી લઈ રહ્યાં ત્યારે વધુ એક બાળકી પીં

સુરતમાં પોર્ન સાઈટ જોવાના શોખીન આધેડે લોલીપોપની લાલચ આપી 7 વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું આચર્યુ કૃત્ય

સુરતમાં બાળકો સાથેના અત્યાર ઓછા થવાનું નામ નથી લઈ રહ્યાં ત્યારે વધુ એક બાળકી પીંખાઈ છે. લિબાયત વિસ્તારમાં પોર્ન સાઇટ જોવાના શોખીન આધેડ દ્વારા 7 વર્ષીય બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. બાળકી આધેડના પૌત્ર સાથે રમવા આવી હતી. ત્યારે બાળકી પર નજર બગાડી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. લોલીપોપની લાલચ આપી ગોડાઉનમાં લઈ ગયો હતો. જ્યાં આધેડે બદકામ કર્યું હતું. 

દાદાની ઉંમરની વ્યક્તિએ કર્યુ બદકામ

7 વર્ષની બાળકીની સાથે જાતીય સતામણી કરનાર આરોપી મહેન્દ્ર શાહની ઉંમર 52 વર્ષ છે. દાદાની ઉંમરવાળા વ્યક્તિએ 7 વર્ષની માસૂમ બાળા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે બાળકીએ પોતાની દાદીને જાણ કરી હતી. ત્યારબાદ બાળકીની માતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી પોસ્કો એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે.

ઘરે જાણ કરતાં આરોપી દબોચાયો

7 વર્ષની બાળકીએ પોતાની દાદીને કહ્યું કે, તે પોતાના મિત્ર પ્રિન્સના ઘરે રમવા માટે ગઈ હતી. તે દરમિયાન બાળકના દાદા બાળકીને ઘરના નીચેના ગોડાઉનમાં લઈ ગયા હતા. ત્યારબાદ પીડિત બાળકીને ખોળામાં બેસાડી જાતીય સતામણી કરી હતી. બાળકીની દાદીએ માતાને જાણ કરતા બાળકીની માતાએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.ગુના દાખલ થયા બાદ ગણતરીના કલાકોમાં આરોપીની લિંબાયત પોલીસે ધરપકડ કરી લીધી હતી. આરોપી મહેન્દ્ર શાહની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. 

આ સમાચાર શેર કરો