સુરતમાં 7 હજાર લોકોએ એક સાથે લીધા ટ્રાફિક અવેરનેસના શપથ, જીવનને સરળ બનાવવાની શીખી ટ્રિક્સ
સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રોગ્રેસ એલાયન્સની મહિલા વિંગ દ્વારા નવચેતના કાર્યક્રમનું આયોજન ક

સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રોગ્રેસ એલાયન્સની મહિલા વિંગ દ્વારા નવચેતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં બ્રહ્મા કુમારી શિવાની દીદીએ આંતરિક શક્તિને જાગૃત કરવાની યુક્તિઓ શીખવી હતી. કાર્યક્રમ દરમિયાન એક સાથે સાત હજાર લોકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવાના શપથ લીધા હતાં. એક નવી ઉર્જા, એક નવો સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંકલ્પ સાથે શપથ
ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સવારે 9 થી 1 વાગ્યા સુધી આયોજિત આ કાર્યક્રમમાં બ્રહ્મા કુમારી શિવાની દીદીએ આંતરિક શક્તિને જાગૃત કરીને જીવન કેવી રીતે સરળ બનાવી શકાય તેની ટ્રિક્સ શીખવી હતી. આ સાથે સુરત શહેર જ્યારે હવે ટ્રાફિક નિયમોના પાલનની દિશામાં સતત આગળ વધી રહ્યું છે ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાત હજારથી વધુ લોકોએ એક સાથ વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહરિશું, સીટ બેલ્ટ અને ટ્રાફિક સિગ્નલ નું પાલન કરીશું એવો સંકલ્પ અને શપથ લીધા હતા.
આંતરિક ઉર્જા જાગૃત કરવા માર્ગદર્શન
સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે મહિલાની આંતરિક શક્તિને જાગૃત કરવા અને વધુ સારા સમાજના નિર્માણમાં મહિલાઓની ભૂમિકાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે, ઇન્ડોર સ્ટેડિયમમાં બ્રહ્મા કુમારી શિવાની દીદીની હાજરીમાં નવચેતના - એક નવી ઉર્જા, એક નવો સંકલ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં દસ હજાર પુરૂષો અને મહિલાઓ સહિત પ્રોગ્રેસ એલાયાન્સ ના સભ્યોએ ભાગ લીધો હતો. બ્રહ્મા કુમારી શિવાની દીદીએ જીવનમાં આંતરિક ઉર્જા કેવી રીતે જાગૃત કરવી અને જીવનમાં પ્રેમ અને શાંતિની ભાવના કેવી રીતે સ્થાપિત કરવી તે અંગે દરેકને માર્ગદર્શન આપ્યું હતું.








