મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં સરકારી જમીન પરના 7 જિંગા તળાવ તોડાયાં, 1 લાખ ચોરસ મીટરથી વધુ જગ્યા કરાવી ખુલ્લી

સુરતની સરકારી જમીન પર ઠેર ઠેર જિંગા તળાવ ઉભા થયા હતાં. જેથી મજૂરા મમલતદારે ખજોદમાં સરકારી જમીનો પર તાણી દીધેલાં

સુરતમાં સરકારી જમીન પરના 7 જિંગા તળાવ તોડાયાં, 1 લાખ ચોરસ મીટરથી વધુ જગ્યા કરાવી ખુલ્લી

સુરતની સરકારી જમીન પર ઠેર ઠેર જિંગા તળાવ ઉભા થયા હતાં. જેથી મજૂરા મમલતદારે ખજોદમાં સરકારી જમીનો પર તાણી દીધેલાં 7 જિંગા તળાવનું ડિમોલિશન કરીને 1 લાખ ચોરસ મીટરથી વધુ જગ્યા ખુલ્લી કરાવી હતી.

વહેલી સવારથી કાર્યવાહી

સરકારી જગ્યાઓ પર દબાણ વધતાં મજૂરા મામલતદારની ટીમે ખજોદની બ્લોક નંબર 177વાળી 1 લાખ ચોરસમીટર સરકારી જમીનમાં બનાવી દેવાયેલા 7 જિંગા તળાવ તોડી પાડ્યાં હતાં. મામલતદાર પંકજ મોદી, નાયબ મામલતદાર સહદેવસિંહ ચાવડા અને અનિલ ગોસ્વામી સહિતની ટીમે વહેલી સવારે તળાવોમાં પાણી હોવા છતાં બુલડોઝરથી પાળ તોડીને પાણીને દરિયામાં વહેતું કરી દીધું હતું. 

માફિયાઓમાં ફફડાટ

સરકારી જમીન પરના ગેરકાયદે જિંગા તળાવો તોડી પડાતાં ડુમસ સુધીનાં માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. આગામી દિવસોમાં અન્ય સ્થળે પર કાર્યવાહી કરાશે. તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતાં ગેરકાયદે જિંગા તળાવ કરનારા પર ફફડાટ વ્યાપી ગયો છે.

આ સમાચાર શેર કરો