મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat news: 5.85 કરોડના કોબ્રા સાપનું ઝેર સાથે 7 આરોપીઓની ધરપકડ, યુવાધન રેવ પાર્ટીમાં આ વિષથી કરે છે નશો

સુરત એસ.ઓ.જી. પોલીસને એક મોટી સફળતા મળી છે. જેમાં ગુજરાતમાં સૌપ્રથમ વખત 5.85 કરોડની કિંમતનું ક

Surat news: 5.85 કરોડના કોબ્રા સાપનું ઝેર સાથે 7 આરોપીઓની ધરપકડ, યુવાધન રેવ પાર્ટીમાં આ વિષથી કરે છે નશો

સુરત એસ.ઓ.જી. પોલીસને એક મોટી સફળતા મળી છે. જેમાં ગુજરાતમાં સૌપ્રથમ વખત 5.85 કરોડની કિંમતનું કોબ્રા સાપનું ઝેર ઝડપી પાડવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં લસકાણા પોલીસે સાત આરોપીની ધરપકડ કરી છે, જેઓ કરોડો રૂપિયાની કિંમતનું આ ઝેર વેચવાની ફિરાકમાં હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી અંદાજે 6.5 ml કોબ્રા વેનોમ જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત આશરે 5,85,00,000 રૂપિયા હોવાનું સામે આવ્યું છે.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ઝેર અમદાવાદના એક સોની પાસેથી લાવવામાં આવ્યું હતું અને આરોપીઓ તેને સુરતમાં વેચવાના હતા. નોંધનીય છે કે સાપના ઝેરનો ઉપયોગ બ્લડપ્રેશરની દવાઓ બનાવવા માટે થતો હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે પણ તેનો ગેરકાયદેસર ઉપયોગ વધ્યો છે. જેને પગલે પોલીસ હવે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ કરી રહી છે. પોલીસે મનસુખ દિનયા, ચીમન ભુવા, સમીર પંચાલ, પ્રવીણ શાહ, કેતન શાહ, મકરંદ કુલકર્ણી, પ્રશાંત શાહની ધરપકડ કરી છે. 

આ સમાચાર શેર કરો