મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગરમાં 'કિસાન દિવસે' 67 હજાર ખેડૂતો વિવિધ કાર્યક્રમોમાં જોડાશે

સુરેન્દ્રનગરમાં કિસાન દિવસે 67 હજાર ખેડૂતો વિવિધ કાર્યક્રમોમાં જોડાશે, અરજદારોની ફરિયાદોનો ત્વરિત નિકાલ કરવા કલેક્ટરનું સૂચન
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વહીવટી પ્રશ્નો, અરજદારોની ફરિયાદો અને આગામી કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

અરજદારોની મુશ્કેલીઓનો નિકાલ લાવવા સૂચન

બેઠક દરમિયાન ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓને પ્રાણાયામ કરાવ્યું હતું. તેમણે વહીવટી કાર્યક્ષમતા વધારવા અને તણાવમુક્ત વાતાવરણમાં કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો. જિલ્લા કલેક્ટરે અરજદારોની મુશ્કેલીઓનો તાત્કાલિક નિકાલ લાવવા તેમજ જિલ્લામાં ચાલી રહેલાં વિકાસકાર્યોમાં ગુણવત્તા જાળવવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

 67 હજાર ખેડૂતો વિવિધ કાર્યક્રમોમાં જોડાશે

આ ઉપરાંત, આગામી 30 ઓક્ટોબરે કિસાન દિવસે PM કિસાન યોજનાના 24મા હપ્તાના વિતરણ નિમિત્તે જિલ્લામાં 65 કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં અંદાજે 67 હજાર ખેડૂતો જોડાશે. તેનો મુખ્ય કાર્યક્રમ સુરેન્દ્રનગરના ટાઉનહોલ ખાતે યોજાશે. 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે દરેક ગામમાં એકતા રેલી યોજવા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી થનારા કાર્યક્રમનું જીવંત પ્રસારણ દર્શાવવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી (DDO), મ્યુનિસિપલ કમિશનર, પોલીસ અધિક્ષક (SP) સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો