મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: શાહીબાગ ભાજપ વોર્ડમાં મોટો ભડકો પાયલ અગ્રવાલે ગંભીર આક્ષેપ કર્યા

શાહીબાગ ભાજપ વોર્ડમાં મોટો ભડકો પાયલ અગ્રવાલે ગંભીર આક્ષેપ કર્યા — સોર્સ: gstv

અમદાવાદના શાહીબાગ વોર્ડ ભાજપમાં અચાનક મોટો ભડકો થયો છે. શાહીબાગ ભાજપના વોટ્સએપ ગ્રુપમાં મહિલા નેતા પાયલ અગ્રવાલની ચેટના ફોટા વાયરલ થતાં રાજકારણ ગરમાયું છે. મહિલા નેતા પાયલ અગ્રવાલે ગ્રુપમાં પોસ્ટ કરીને શાહીબાગ વોર્ડના પદાધિકારીઓ પર ગેરવર્તણૂક કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. વોટ્સએપ ચેટમાં તેમણે લખ્યું છે કે એક મહિલા મંત્રી હોવા છતાં મહિલા કાર્યકર્તાને ન્યાય મળી રહ્યો નથી. આ સાથે જ તેમણે ચિમકી આપી છે કે જો પક્ષ દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો તેઓ લીગલ કાર્યવાહી કરશે. જોકે, મહિલા નેતાએ કયા નેતા પર આ આક્ષેપ કર્યા છે તે હવે મોટો પ્રશ્ન બની ગયો છે.

આ સમાચાર શેર કરો