મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ઉદ્યોગકારોની નારાજગી સામે સરકારની પીછેહઠ, વીજકાપ પાછો ખેંચવાનો નિર્ણય

દ.ગુજરાતના ઉદ્યોગોને મોટી રાહત, વીજકાપ પાછો ખેંચાયો — સોર્સ: gstv

સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગજગત માટે સામી દિવાળીએ મોટા સમાચાર સામે આવ્યા છે. વ્યાપક વિરોધ અને ઉદ્યોગકારોની રજૂઆતો બાદ સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેના પગલે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજકાપ પાછો ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે. ઔદ્યોગિક ગ્રાહકો માટે અગાઉ જાહેર કરવામાં આવેલી સ્ટેગર ડે મુજબની વીજ કાપની વ્યવસ્થાને તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે. હાયર ઓથોરિટીની સૂચના અનુસાર, સાંજે 4 વાગ્યાથી લઈને રાત્રિના 12 વાગ્યા સુધી ઔદ્યોગિક ફીડરો પર લાદવામાં આવતો 8 કલાકનો પાવરકાપ હવે સંપૂર્ણપણે પાછો ખેંચાઈ ગયો છે. હવેથી તમામ ઔદ્યોગિક ફીડરો પર કોઈપણ વિક્ષેપ વિના સતત વીજ પુરવઠો ચાલુ રહેશે. તહેવારોના સમયે વીજ પુરવઠો પૂર્વવત થતાં ટેક્સટાઇલ અને અન્ય ઉદ્યોગકારોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો