Video: જાતિવાદી બુલિંગથી કંટાળીને ધોરણ ૧૧ના વિદ્યાર્થીની આત્મહત્યા

તામિલનાડુના પીલામેડુમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં બીફ ખાવા બાબતે જાતિ-આધારિત ઉત્પીડન અને બુલિંગથી કંટાળીને ધોરણ ૧૧ના ૧૬ વર્ષીય વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. આ મામલે પોલીસે શાળાના વર્ગશિક્ષકની ધરપકડ કરી છે. મૃતક વિદ્યાર્થીની માતાના જણાવ્યા અનુસાર, શિષ્યવૃત્તિ માટે વર્ગશિક્ષકે વિદ્યાર્થીઓની જાતિ અને ખાનપાન અંગે પૂછપરછ કરી હતી. જેમાં વિદ્યાર્થીએ પોતે અનુસૂચિત જાતિનો હોવાનું અને બીફ ખાતો હોવાનું જણાવ્યા બાદ ક્લાસના અન્ય વિદ્યાર્થીઓ દ્વારા તેને અલગ-થલગ કરી સતત હેરાન કરવામાં આવતો હતો. પીડિત વિદ્યાર્થીએ આ અંગે વર્ગશિક્ષક અને પ્રિન્સિપાલને પણ ફરિયાદ કરી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવ્યા. આ માનસિક ત્રાસ સહન ન થતાં વિદ્યાર્થીએ અંતિમ પગલું ભરી લીધું








