Video: ટાઈગર શ્રોફ ફાઈરિંગ કેસમાં હરિયાણાથી વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ

બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફના ફાઈરિંગ કેસમાં મુંબઈ પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસે કાર્યવાહી હાથ ધરીને હરિયાણાથી વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે મુંબઈ પોલીસ તમામ આરોપીઓને મુંબઈની કિલ્લા કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ આરોપીઓ ફાયરિંગની ઘટનામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા હતા અને હરિયાણામાં છુપાયેલા હતા. મુંબઈ પોલીસ કોર્ટ સમક્ષ આરોપીઓના રિમાન્ડની માંગણી કરશે જેથી આ સમગ્ર ષડયંત્ર પાછળ કોનો હાથ છે તેની ઊંડી તપાસ થઈ શકે. આ ધરપકડ બાદ કેસની તપાસમાં મહત્વના ખુલાસા થવાની શક્યતા છે.








