મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: હરિયાણામાં વીજકાપથી સરકારી ઓફિસો સૂમસામ

હરિયાણામાં વીજકાપથી સરકારી ઓફિસો સૂમસામ — સોર્સ: gstv

હરિયાણાના અંબાલા કોર્ટ પરિસરમાં વીજળીના ધાંધિયાને કારણે વકીલોની મુશ્કેલીઓ વધી છે. ગઈકાલ સાંજથી જ વીજપુરવઠો ખોરવાઈ જતાં આજે વકીલોએ કામકાજ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ એસડીએમ ઓફિસથી લઈને સરકારી કચેરીઓમાં પણ બ્લેકઆઉટની ભારે અસર વર્તાઈ હતી. અંબાલા બાર એસોસિએશનના સચિવે કહ્યું કે વીજળી ન હોવાથી કામકાજ ચલાવવું અશક્ય બન્યું છે. જો આ જ સ્થિતિ રહી તો કામકાજ શરૂ નહીં થઈ શકે. આવી જ સ્થિતિ એસડીએમની કચેરીમાં રહી જેના કારમે સરકારી કામ માટે આવેલા લોકો હોલાકી વેઠતા નજરે પડ્યાં.

આ સમાચાર શેર કરો