Video: જામિયાથી કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદની અટકાયત, કહ્યું- કાશ્મીર ભારતનો અભિન્ન અંગ

જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી બહારથી કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદની દિલ્હી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને પોલીસ તેમને પોતાની સાથે લઈ ગઈ છે. પોલીસ કાર્યવાહી દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા કોંગ્રેસ સાંસદ મસૂદ આકરા પાણીએ જોવા મળ્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, કાશ્મીર ભારતનો જ એક અભિન્ન અંગ છે અને દેશનું એક નાનું બાળક પણ એવું નથી કહેતું કે કાશ્મીર ભારતનો ભાગ નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમુક તત્વો દ્વારા ચાલી રહેલા આંદોલનને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ અટકાયત બાદ વિસ્તારમાં ભારે રાજકીય ગરમાવો આવી ગયો છે.






