Video: "રાહુલ ગાંધી ફેઇલ્ડ અને ડિફેક્ટિવ પ્રોડક્ટ": પીએમ મોદીના પ્રહાર બાદ ભાજપ સાંસદ તરુણ ચુગનો કોંગ્રેસ પર સણસણતો હુમલો

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા આકરા શાબ્દિક હુમલા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ તરુણ ચુગે કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધી સામે આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે રાહુલ ગાંધીના રાજકીય નેતૃત્વ પર તીખા પ્રહારો કર્યા હતા.
નવી દિલ્હીમાં મીડિયા સમક્ષ વાત કરતા તરુણ ચુગે જણાવ્યું કે, કોંગ્રેસ ક્યાં સુધી રાહુલ ગાંધીને રી-લોન્ચ કરતી રહેશે? તેઓ એક નિષ્ફળ (Failed), ખામીયુક્ત (Defective), નકારી કઢાયેલ (Deleted) અને જનતા દ્વારા રિજેક્ટ થયેલી (Rejected) પ્રોડક્ટ સમાન છે."
દેશની સંસ્થાઓને દાવ પર લગાવવાનો આરોપ
તેમણે ગંભીર આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પોતાની સતત નિષ્ફળતાઓને છુપાવવા માટે હવે દેશની સિદ્ધિઓ, લોકશાહી અને તમામ મહત્ત્વપૂર્ણ સ્તંભોને નિશાન બનાવી રહ્યા છે.
વૈશ્વિક સ્તરે દેશની છબી ખરડવાનો આક્ષેપ
ચુગે આગળ ઉમેર્યું કે પોતાની રાજકીય હતાશામાં કોંગ્રેસ દેશની ન્યાયપાલિકા (Judiciary), સંસદ/ધારાસભા (Legislative), મીડિયા, સેના (Armed Forces) અને વૈશ્વિક પ્રતિષ્ઠા પર હુમલા કરી રહી છે અને તેને બદનામ કરી રહી છે, જે દેશ માટે અત્યંત કમનસીબ બાબત છે.











