મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

"રાહુલ ગાંધીની વધી મુશ્કેલીઓ! મહિલા પત્રકારે નોંધાવી ગંભીર ફરિયાદ, સુપ્રીમ કોર્ટ માર્ચ દરમિયાન અભદ્ર વર્તનનો આરોપ!"

"રાહુલ ગાંધીની વધી મુશ્કેલીઓ! મહિલા પત્રકારે નોંધાવી ગંભીર ફરિયાદ, સુપ્રીમ કોર્ટ માર્ચ દરમિયાન અભદ્ર વર્તનનો આરોપ!"
આ સમાચાર સાંભળો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમજ અન્ય વિપક્ષી નેતાઓ સામે એક મહિલા પત્રકારે દિલ્હી પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. નવી દિલ્હીના ડીસીપી (DCP) કાર્યાલયમાં પહોંચીને મહિલા પત્રકારે સુપ્રીમ કોર્ટ તરફ યોજાયેલી માર્ચના કવરેજ દરમિયાન પોતાની સાથે અભદ્ર વર્તન અને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, 12 ઑક્ટોબરના રોજ જ્યારે તે વિપક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટ તરફ કાઢવામાં આવેલા વિરોધ માર્ચનું સ્થળ પરથી કવરેજ કરી રહી હતી, તે દરમિયાન રાહુલ ગાંધી અને તેમની સાથે રહેલા અન્ય વિપક્ષી નેતાઓએ તેની સાથે ગેરવર્તણૂક કરી હતી.

ઉલ્લેખનીય છે કે, મુખ્ય ચૂંટણી કમિશનરની કામગીરી સામે મોરચો માંડીને બેઠેલા કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષોએ સોમવારે વિરોધ પ્રદર્શનના ભાગરૂપે સુપ્રીમ કોર્ટ તરફ કૂચ (માર્ચ) યોજી હતી. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ દિલ્હી પોલીસ ફરિયાદના આધારે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી રહી છે.

આ સમાચાર શેર કરો