Video: હૂબળીમાં અનેક વિસ્તારોમાં ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

કર્ણાટકના હૂબળી શહેરમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક મુખ્યા માર્ગો અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહારને માઠી અસર પહોંચી છે અને અનેક જગ્યાએ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જેથી સ્થાનિક લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.








