Video: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ડિયન આર્થ્રોપ્લાસ્ટી એસોસિએશનની વાર્ષિક કોન્ફરન્સમાં હાજરી આપી

અમદાવાદ ખાતે યોજાયેલી ઇન્ડિયન આર્થ્રોપ્લાસ્ટી એસોસિએશનની વાર્ષિક કોન્ફરન્સમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ હાજરી આપી હતી. તબીબી ક્ષેત્રના નિષ્ણાતો અને તબીબોને સંબોધતા મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે એક સરકાર તરીકે અમે તમારી સાથે મક્કમતાથી ઊભા રહેવા માટે તૈયાર છીએ. તબીબો અને આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે જોવાની જવાબદારી અમારી સરકારની છે. તબીબી વિજ્ઞાનના ક્ષેત્રમાં થઈ રહેલા આધુનિક સંશોધનો અને સેવાઓથી સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્યમાં સુધારો થાય તે માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ રહે છે. આ પરિષદમાં દેશ-વિદેશના અનેક નામાંકિત તબીબો ઉપસ્થિત રહ્યા હતા.








