Video: સુરેન્દ્રનગરમાં વિજયા દશમી નિમિત્તે પોલીસ દ્વારા ભવ્ય શસ્ત્ર પૂજન

સુરેન્દ્રનગર ખાતે વિજયા દશમી પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી છે, જ્યાં જિલ્લા પોલીસ પરિવાર દ્વારા ૩૨૦૦થી વધુ અતિઆધુનિક શસ્ત્રોનું શાસ્ત્રોક્ત મંત્રોચાર સાથે પૂજન કરાયું હતું. સુરેન્દ્રનગર હેડક્વાર્ટર ખાતે યોજાયેલા આ વિશેષ સમારોહમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પરંપરાગત વિધિ મુજબ ઇન્સાસ રાઇફલ, અમોઘ રાઇફલ, એકે-૪૭, પિસ્તોલ, રિવોલ્વર અને મશીનગન જેવા અત્યાધુનિક શસ્ત્રોની સાથે પોલીસના વાહનો, અશ્વ તેમજ શ્વાનનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. તહેવારના આ પાવન અવસરે સુરક્ષા દળોએ ઉત્સાહભેર ભાગ લઈને વિજયા દશમીની અનોખી પરંપરા જાળવી હતી.





