મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સોલડીમાં બાયોમેડિકલ પ્લાન્ટ રદ થતા 22 ગામોમાં દિવાળી જેવો માહોલ

સોલડીમાં બાયોમેડિકલ પ્લાન્ટ રદ થતા ૨૨ ગામોમાં દિવાળી જેવો માહોલ — સોર્સ: gstv

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે વિવાદાસ્પદ દેવયોગી હેલ્થકેર બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટ સામેની લડાઈમાં ખેડૂતોની જીત થઈ છે. સ્થાનિકોના ઉગ્ર વિરોધ અને ૬ દિવસના આમરણાંત ઉપવાસ બાદ આ પ્રોજેક્ટ હાલ પૂરતો સ્થગિત કરવાની ખાતરી આપવામાં આવી છે. આ પ્લાન્ટના કારણે ૨૨થી વધુ ગામોની જમીન બંજર થવાની અને વિદ્યાર્થીઓ તથા પર્યાવરણ પર જોખમ તોળાઈ રહ્યું હતું. ગ્રામજનો અને સરપંચોએ આત્મવિલોપનની ચીમકી આપ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. છ દિવસથી અનશન પર ઉતરેલા ૧૪ લોકોના સમર્થનમાં સાંસદ, ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી સ્થળ પર પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક ચર્ચા બાદ કલેક્ટરને પ્રોજેક્ટની કામગીરી ન કરવા સ્પષ્ટ આદેશ અપાયા છે. તંત્ર દ્વારા પ્લાન્ટ અન્યત્ર ખસેડવાની ખાતરી અપાતા જ અનશનકારીઓએ પારણાં કર્યા હતા.

આ સમાચાર શેર કરો