Video: સુરેન્દ્રનગર પાસે મોટી ટ્રેન દુર્ઘટના:રાજકોટ તરફનો ટ્રેન વ્યવહાર ખોરવાયો

સુરેન્દ્રનગરના દુધરેજ નજીક પેટ્રો કેમિકલ ભરેલી ટ્રેનના ૩ થી વધુ ડબ્બાઓ અચાનક મુખ્ય પાટા પરથી નીચે ઉતરી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે.આ ઘટનાને પગલે સુરેન્દ્રનગરથી રાજકોટ, વાંકાનેર, જામનગર, દ્વારકા અને ઓખા તરફ જતો તમામ ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે.અકસ્માતની જાણ થતાં જ રેલ્વે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને રાહત કામગીરી હાથ ધરી હતી.ટ્રેન પાટા પરથી ઉતરી જતાં ચાલક અને અધિકારીઓમાં ક્ષણભર માટે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ટ્રેન વ્યવહાર પૂર્વવત કરવામાં ૩ કલાકથી વધુ સમય લાગે તેવી શક્યતા હોવાથી મુસાફરોને રેલ્વે પ્લેટફોર્મ પર કલાકો સુધી અટવાઈ રહેવાની પરિસ્થિતિ ઊભી થઈ છે.








