Video: સુરેન્દ્રનગરમાં બસ સ્ટોપની કામગીરી સામે સવાલ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિકાસકામોમાં ફરી નબળી કામગીરીના આક્ષેપો સામે આવ્યા છે. 3.69 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા બસ સ્ટોપના બાંધકામમાં ગુણવત્તા સામે સવાલો ઊઠ્યા છે, કારણ કે નવા બનેલા બસ સ્ટોપના કાંકરા ઉખડવા લાગ્યા છે. કોન્ટ્રાક્ટર દ્વારા નબળી કામગીરી કરવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સાથે જ ડેપ્યુટી કમિશનર કોન્ટ્રાક્ટરને છાવરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. વઢવાણ-સુરેન્દ્રનગર રોડ પર દબાણ કરીને બસ સ્ટોપ બનાવવામાં આવ્યા હોવાની ચર્ચા વચ્ચે નબળી કામગીરી બદલ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઊઠી છે.






