મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરેન્દ્રનગરના સોલડી ગામે મેડિકલ વેસ્ટ કંપની સામે આંદોલન ઉગ્ર, તંત્રને 24 કલાકનું અલ્ટીમેટમ

સુરેન્દ્રનગરના સોલડી ગામે મેડિકલ વેસ્ટ કંપની સામે આંદોલન ઉગ્ર, તંત્રને 24 કલાકનું અલ્ટીમેટમ — સોર્સ: gstv

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે મેડિકલ વેસ્ટ કંપનીના વિરોધમાં ચાલી રહેલું આંદોલન હવે વધુ ઉગ્ર બન્યું છે. કંપની સામેના આ વિરોધ મામલે ગ્રામજનો છેલ્લા છ દિવસથી સતત ભૂખ હડતાળ પર બેઠા છે, અને ગઇકાલે મોડી રાત્રે એક આંદોલનકારીની તબિયત પણ લથડી હતી. આ સ્થિતિ વચ્ચે સોલડી ગામના સરપંચે તંત્રને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આ સમયગાળામાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો ગ્રામજનો હાઈવે ચક્કાજામ અને જેલભરો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

આ સમાચાર શેર કરો